સાબરકાંઠામાં વરસાદી માહોલ: તલોદમાં સૌથી વધુ 2 ઈંચ, વડાલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો

Image
સાબરકાંઠા મા ચોમાસા ની આગહી    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તલોદમાં સૌથી વધુ 52 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો છે. વડાલીમાં 25 મિમી (1 ઈંચ) વરસાદ પડ્યો છે. હિંમતનગરમાં 19 મિમી અને પ્રાંતિજમાં 14 મિમી વરસાદ થયો છે. વિજયનગરમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે. બે દિવસના વિરામ બાદ આવેલા આ વરસાદથી હાથમતી ડેમમાં 592 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ હાલમાં 44.96 ટકા ભરાયેલો છે. જિલ્લામાં ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી 60.73 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ખેડબ્રહ્મા-અંબાજી રેલવે લાઈનને મળ્યો નવો વેગ: FLS અને DPR માટે કેન્દ્ર સરકારે 1.15 કરોડની ફાળવણી કરી

   ખેડબ્રહ્મા-અંબાજી રેલવે લાઈનને મળ્યો નવો વેગ

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા-હડાદ-અંબાજી રેલવે લાઈનના નિર્માણની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ અને લોકસભામાં નિયમ 377 અંતર્ગત રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે કેન્દ્ર સરકારે ફાઇનલ લોકેશન સર્વે (FLS) અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) માટે 1.15 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
હવે રેલવે લાઈનના નકશા અને સ્થળ સ્થિતિનો સર્વે કરવામાં આવશે. નવો DPR તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટના અંદાજિત ખર્ચનું એસ્ટીમેટ બનાવી વિગતવાર અહેવાલ રેલવે મંત્રાલયને સોંપવામાં આવશે.

આ રેલવે લાઈન શરૂ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને મોટો લાભ થશે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતથી ખેડબ્રહ્મા અને અંબાજીના દર્શને આવતા યાત્રિકોને સીધી રેલ સુવિધા મળશે. આબુ રોડ અને દિલ્હી જતા મુસાફરો માટે પણ આ નવી રેલ સુવિધા ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...

Comments

Popular posts from this blog

સાબરકાંઠામાં વરસાદી માહોલ: તલોદમાં સૌથી વધુ 2 ઈંચ, વડાલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો

✅ 📌 ⭐️ ગુજરાતી آرટિકલ – “ગુજરાત સરકારની યોજના – 2025 માટે માહિતી”