સાબરકાંઠામાં વરસાદી માહોલ: તલોદમાં સૌથી વધુ 2 ઈંચ, વડાલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
સાબરકાંઠા મા ચોમાસા ની આગહી
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. તલોદમાં સૌથી વધુ 52 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો છે. વડાલીમાં 25 મિમી (1 ઈંચ) વરસાદ પડ્યો છે. હિંમતનગરમાં 19 મિમી અને પ્રાંતિજમાં 14 મિમી વરસાદ થયો છે. વિજયનગરમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે.
બે દિવસના વિરામ બાદ આવેલા આ વરસાદથી હાથમતી ડેમમાં 592 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ હાલમાં 44.96 ટકા ભરાયેલો છે. જિલ્લામાં ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી 60.73 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Comments
Post a Comment